Posts

Showing posts from October, 2019

ચોમાસુ એટલે સર્પોનો "ફૂડ ફેસ્ટિવલ" . . . ચોમાસામાં સાપ નિકળવાની ઘટનાને સમજવા પ્રયત્ન કરીએ.

Image
ચોમાસા દરમિયાન અવારનવાર જોવા-સાંભળતા સાપના કિસ્સા બાદ શિયાળામાં આ સાપ અચાનક અદૃષ્ય કેમ થઈ જતા હશે એ અંગે વિચાર્યું છે કદી ? ના આપણને એવી વિચારવાની ટેવ જ ક્યાં છે ? મેં ગાંધીનગરમાં એક વાર ખૂબ વિચિત્ર કિસ્સો જોયેલો. સેક્ટર ૧૯ના એક બંગલામાં એક રાત્રે ૮ ફૂટની એક ધામણ એક વૃક્ષના મૂળીયામાં ફસાઇ ગઇ હશે. નોકરોએ તેને સવારે જોઇ અને મને ફોન કર્યો ... જઇને જોયું તો આ ધામણ મરી ગયેલી અને સાવ રબ્બરના ટાયર જેવી થઇ ગઇ હતી. ત્યાંથી તેને હળવેથી બહાર કાઢી તો તેના મોંમાંથી પાણી અને લોહી અલગ અલગ થયેલું પ્રવાહી નિકળ્યું. અવો કિસ્સો પ્રથમવાર જોયેલો એટલે જલદી સમજાયું નહીં કે આમ કેમ થયું હશે , પરંતુ પછીથી ઘણા મનોમંથન બાદ તેનું વૈજ્ઞાનિક કારણ સમજમાં આવેલું. પ્રકૃતિના કોઈ પણ તત્વની એક ઘટનાને સમજવી હોય તો તેની સાથે સકળાયેલા અનેક પાસા સમજવા જરૂરી બની જતા હોય છે. આમ શિયાળામાં સર્પોના અદૃષ્ય થઈ જવાની ઘટનાને બે બાબતો સાથે સીધો સંબંધ છે. એક તો ઉનાળામાં પ્રજનન અને ચોમાસામાં વૃકોદરની જેમ ખાધા કરવું. તો આ મુદ્દાને બર્ડ આઈ વ્યુની જેમ નીરખીએ અને સમજવાનો પ્રયાસ કરીએ. ચોમાસુ આવે એટલે ચારે તરફ હરીયાળી છવાઇ જાય .....

ફુરસાને કોણે દીધો દેશવટો ? સમગ્ર ગુજરાતમાં જોવા મળતી સર્પની એક પ્રજાતિ માત્ર ગાંધીનગર શહેરમાં જ કેમ જોવા મળતી નથી ?

Image
ફુરસો - Saw Scaled Viper (Venomous) એક રજાના દિવસે ગુજરાતના જ એક સૂકા વિસ્તારના યુવાન સર્પપ્રેમીનો ફોન આવ્યો. ઘણી બધી ઔપચારિક વાતો બાદ ભાઈ મૂળ મુદ્દા પર આવ્યા. કહે , ધમભા એક સલાહ લેવાની છે તમારી. થોડા દિવસોથી મને એક વિચાર આવ્યા કરે છે. મજાકના સૂરમાં મેં કહ્યું “બહુ કહેવાય કે તમને વિચારો પણ આવે છે . . . !” થોડી હસાહસી બાદ તમણે મને કહ્યું “જોવો . . . તમને તો ખબર જ છે કે મારા વિસ્તારમાં રસેલ્સ વાઈપર (ખડચીતળો) નથી જોવા મળતો , તો મારો આઈડિયા છે કે ગુજરાતના જી વિસ્તારમાં સૌથી મોટા અને હેલ્ધી ખડચીતળા મળતા હોય ન્યાથી આપણી થોડા મેલ ફીમેલ લાવી દેવી , ને આયા છોડી દેવી તો સમય જાતાં આયા ય ઈની વસતી નો થઈ જાય ?” મેં કપાળ કૂટ્યું . . . અને એમને કહ્યું કે “આના કરતાં તો તમને વિચારુ નોતા આવતા ઈ જ હારુ હતું હો . . .” અને એ જણ ઓઝપાઈ ગયા. થોડી વાર તો એમને માઠું લાગી ગયું હોય એમ ચૂપ થઈ ગયા. પણ પછી મેં એમને સમજાવ્યું કે કુદરતની રચના શક્તિ પર ભરોસો રાખો , જે વિસ્તારમાં જે જીવોની જરૂર છે તે જીવો જ ત્યાં વસતા જોવા મળે , અને આ તમારા જેવાના વિચારોના કારણે અથવા અકસ્માતે પણ કોઈ જીવ બીજા વિસ્તારમાં જઈ ચડે તો ...

સરપ પકડવા ઈ તમારુ કામ નઈ ! તમે દાળભાત ખાઈને મોજ કરો.

Image
કીડીઓના ચટકેને ચટકે મોત પામેલી ધામણે મારા બાળ હૃદય પર જે ઉઝરડા પાડેલા અને તેમાંથી જન્મેલો નિશ્ચય તેના પછી તરત જ , એક બીજી ઘટના ન બની હોત તો કદાચ અવું પણ બન્યું હોત કે એ નિર્ણય ડગમગી ગયો હોત. પરંતુ નિયતિએ કઈંક અલગ જ ધાર્યુ હશે કે મારી એ પીડાને તાજી કરી. માંડીને વાત કહું તો હું આશરે બાર તેર વર્ષનો જ હોઈશ. અને ગામમાં ચાલુ થયેલી નેચર ક્લબમાં સક્રિય મેમ્બર પણ હતો જ. સર્પ અંગે કંઈ કરી છુટવાનો મક્કમ નિર્ણય. સાપને મારીને નાખવા આવેલા યુવાનોના શબ્દો સતત કાનમાં ગુંજ્યા કરે , “તને એટલું જ્ઞાન હોય અને સાપનું પેટમાં બળતુ હોય તો આ સરપ્ને તારે પકડી જાવો હતોને ?” અંદર ને અંદર સતત અજંપો રહ્યા કરે કે શું કરવું ? અંતે થોડી તપાસ કરતા ખબર પડી કે કોઈ રેમ્યુલસ વ્હિટેકર નામના સર્પવિદે ભારતના સર્પોની ફિલ્ડ ગાઈડ પબ્લિશ તો કરી છે , પરંતુ તેમાં ખાટલે મોટી બે ખોટ હતી. એક તો પુસ્તક ઈંગ્રેજીમાં હતું જે આપણને ખાસ આવડે નહીં. બીજી ખોટ એ પણ હતી કે જે જમાનામાં દસ પૈસે કીલો મીઠુ મળતુ હતું , ત્યારે આ પુસ્તકની કિંમત હતી લગભગ સવાથી દોઢસો રૂપિયાની વચ્ચે. ઈમાનદાર પિતાજીને મેં માત્ર પચ્ચાસ-સો રૂપિયાના ઉમાશંકર જોશીના સ...

“તને એટલું જ્ઞાન હોય અને સાપનું પેટમાં બળતુ હોય તો પકડી જાવી હતીને ?”

Image
તારીખ : ૦૨-૧૦-૨૦૧૯ આજે આપણે શબ્દના સથવારે જ્યારે પરીચય કેળવવાનો છે ત્યારે એક મુંઝવણ અચુક થાય કે શરુઆત ક્યાંથી કરવી ? આજે એક એવા વિષયથી શરુઆત કરીએ કે જે આજ દિન સુધી મહદ્દઅંશે અછૂત રહ્યો છે. માણસ સુસંસ્કૃત થયો ત્યારથી લઈને આજના અતિ-આધુનિક સમયમાં પણ ભલે તે ગમે તેટલું ભણ્યો હોય તો પરંતુ , સર્પનું નામ આવે કે ચર્ચા થાય ત્યારે મોટે ભાગે તેના વિશે અજાણ , અને અભણ જ હોય છે. સર્પ કરડે તો મૃત્યુ થાય તે સિવાય તેના વિશે તમે ભાગ્યે જ વધુ જાણતા હો તેવી સંભાવના ઘણી જ છે. મારો પરિચય એક સર્જકના પુત્ર , વિધાનસભામાં ભાષાંતરકાર તથા ક્યારેક ક્યારેક વાર્તાઓ લખતા લેખક તરીકે ઓછી છે , પરંતુ ગુજરાત, ભારત તથા નજીકના દેશ નેપાળ સુધી સર્પ-બચાવ કરતાં યુવાનોમાં એક અનુભવી સર્પવિદ્દ તથા સર્પપ્રેમીની મારી ઓળખ વધારે છે. હું મુળે તો અંગ્રેજી સહિત્યનો સ્નાતક , પત્રકારિત્વનો વિદ્યાર્થી , તો પછી સાપ સાથે મારો આ નાતો ક્યાંથી એવો પ્રશ્ન અન્ય લોકોની જેમ જ મને પણ થાય છે. તો ચાલો આજે સર્પ સાથેનું મારું અનુસંધાન ક્યાંથી શરૂ થયું તેની વાત તમારી સૌ સાથે શેર કરવા માંગુ છું. અંગ્રેજો ભારતને સર્પો અને મદારીઓનો દેશ ગણાવતા , પણ ...