Posts

Showing posts from February, 2020

“સર્પ દંશ સ્ટન્ટ કરતાં થાય કે સ્ટન્ટ વગર, એક વાત નક્કી હોય છે કે, ભૂલ માણસની હોય છે, સાપની નહીં.”

Image
“સર્પ દંશ સ્ટન્ટ કરતાં થાય કે સ્ટન્ટ વગર, એક વાત નક્કી હોય છે કે, ભૂલ માણસની હોય છે, સાપની નહીં.” હજારોનું ફોલોઈંગ ધરાવતો એક પંજાબી મહારાષ્ટ્રમાં સ્ટન્ટ દરમિયાન સર્પદંશથી મૃત્યુ પામ્યો. તેની ડેડ-બોડી જ્યારે પંજાબ પહોંચી પછી તેના ગામલોકો અને સગા-સંબંધી સિવાય એક પણ પ્રશંસક તેની સ્મશાનયાત્રામાં ગયો નહોતો ! ========================================================== આગળ ઉપરના એક વલોણામાં આપણે જોયેલું કે સરિસૃર્પોનું ઋતુ ચક્ર દરેક સીઝનમાં કેવી રીતે અને શા માટે બદલાતું હોય છે. સર્પો ઠંડા લોહીવાળા પ્રાણી હોવાના કારણે તેમને પોતાના શરીરની ઉષ્મા જાળવી રાખવા માટે બાહ્ય બાબતો પર આશ્રય રાખવો પડતો હોય છે. ઉનાળામાં સર્પો ગરમીમાં ઠંડકવાળી જગ્યાઓમાં છૂપાઈને પોતાના શરીરનું તાપમાન ઠંડું રાખે છે અને શિયાળામાં તેમણે ગરમી અને હૂંફ માટે આશરે ત્રણેક મહિના છૂપાઈને પોતાના શરીરના તાપમાનને જાળવી રાખવું પડે છે. શિયાળો પતે એટલે ધીમે ધીમે સર્પો દેખાવા માંડે. અને માનવ સમાજમાં ખોરાકની શોધમાં આવી જાય. પરસ્પરના ડરની આવી સ્થિતિમાં સંઘર્ષને કારણે કોઈ પણ એક પક્ષે થતાં નુકસાનને નિવારવા માટે અમારા જેવા સ્વયંસેવકો...
Image
“હવે તું સવારે જ ઘરે આવજે , હું દરવાજો નહીં ખોલું !” થી “અલ્યા , ફોન ઉપાડ કોઈક બિચારાના ઘરમાં સાપ આવી ગયો હશે”ના પરિવર્તનની કથા. "હું સાપ પકડવાના પૈસા નથી લેતો , તો કહે ‘ આ પૈસા એ તમારી સેવાનો બદલો નથી , પરંતુ તમે આટલી રાતે જીવ જોખમમાં નાખીને અમને મદદ કરી તે બદલનું સન્માન છે , વો ભી પઘડી મેં . . . પાઘડી એ વ્યક્તિના માન મોભાનું પ્રતીક છે. હવે આ ભાવનાને કેમ ઠુકરાવવી ?" ========================================================================== જીવનમાં ઘટતી ઘણી ઘટનાઓ જ્યારે બની રહી હોય ત્યારે તેનું મહત્ત્વ , ગંભીરતા અને તેની સંવેદનશીલતા સમજવા જેટલા સજાગ આપણે હોતા નથી , પરંતુ ત્યાર બાદ કોઈ પણ વ્યક્તિની વૈચારિક પ્રક્રિયા જો સક્રિય હોય તો પછીથી પણ તેનું મહત્ત્વ સમજમાં આવતું હોય છે. સર્પો સાથેનું મારું જોડાણ જેમ જેમ ગહન બનતું ગયું તેમ તેમ મારું અંતર વધુ ને વધુ સભર અને સમૃદ્ધ બનતુ ચાલ્યું. કહે છે કે કુદરતમાં ક્યાંય કશું જ બાતલ નથી જતું. તમામ ઘતકોની પોતપોતાની ભૂમિકા હોય છે અને તેનું આખું એક ચક્ર હોય છે. તે જ રીતે માનવ જીવનમાં બનતી ક્ષુલ્લકમાં ક્ષુલ્લક ઘટના પણ અર્થવિહી...

વારતા રે વારતા . . . ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા . . . છોકરા સમજાવતા . . .

Image
●   આશરે દસેક વર્ષ પૂર્વે ગુજરાતી સાહિત્યના પ્રયોગશીલ વાર્તાકાર સુરેશ જોષીના નામે ચાલતા સુ.જો.સા.ફો. એટલે કે સુરેશ જોષી સાહિત્ય ફોરમ દ્વારા યોજાતી સાહિત્ય શિબિરમાં વગર આમંત્રણે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. વધુમાં હું ઉત્સાહપૂર્વક લઈ ગયેલી મારી એક વાર્તા વાંચવા મંજૂરી મળી એ સૌથી મોટું સદ્દભાગ્ય. આ ફોરમની મજા એ છે કે ત્યાં ઘડાયેલી કલમોના કસબીઓની સાથે સાથે નવોદિતો પણ પોતાની કૃતિઓ રજૂ કરે. પ્રણાલી એવી કે દિવસ દરમિયાન વારા ફરતી સૌ ‘ લેખકો ’ અને ‘ સર્જકો ’ પોત-પોતાની વાર્તાનું મોટે અવાજે પઠન કરે. કોઈ નબળા લેખકની પઠનશૈલી એટલી સુંદર હોય કે તમામ શ્રોતાઓ તેની વાર્તા ધ્યાનથી સાંભળે. અને કોઈ સબળા ‘ સર્જક ’ ની નબળી પઠનકળાને લીધે તેમની વાર્તા શ્રોતાઓ સુધી અરધી-પરધી જ પહોંચે. પછી વંચાયેલી વાર્તા અંગે ચર્ચા વિચારણાઓ થાય , સૌ પોત-પોતાની સમજણ અનુસાર જે તે વાર્તાનું આકલન , મંતવ્ય અને દૃષ્ટિકોણ નિર્ભીક રીતે રજૂ કરે. ● હું પણ આ સૌની વચ્ચે “છવાઈ” જવાની ઘેલછા સાથે મારી એક સુષ્ઠુ સુષ્ઠુ ભાષામાં લખાયેલી વાર્તા વાંચી ગયેલો , અને નિયમ મુજબ તેની એવી ધોલાઈ થયેલી કે નિરમા વગેરે પાવડરોની ધોલાઈ પણ ઝ...

આપણાં અમુક રીત-રિવાજોમાં અસ્સલ શાકમાર્કેટ જેવી ફીલ આવે . . . એ રીંગણા લઈ લ્યો, ડુંગળી લઈ લ્યો . . .

Image
================================================ છોકરી જોઈને આશા બંધાવી ગયેલા મુરતીયાના હાથમાં મોટે ભાગે “હા” અથવા તો “ના” કહેવાની છૂટ હોય છે , તો પછી છોકરીની ઈચ્છા અનિચ્છાનું શુ ? એની હા છતાં છોકરો કે એનું કુટુંબ રિશ્તો ઠુકરાવે ત્યારે , એમના સૌના દિલ ઉપર શું શું વિતતું હશે ? મને ત્યાર પછીથી છોકરી જોવા જવાની ઘટના પ્રત્યે જ નફરત થઈ ગયેલી. ================================================ શ્રી રામ ભગવાન મહા વિષ્ણુના સાતમા અવતાર હતાં અને શ્રી કૃષ્ણ ભગવાન મહા વિષ્ણુના આઠમા અવતાર હતા. ભગવાન રામનો જન્મ ત્રેતા યુગમાં થયેલો અને શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગના પૂર્વાર્ધમાં થયેલો. આપણા આ બે આરાધ્ય દેવોના ચરિત્રમાં આભ જમીનનો તફાવત હતો એ સૌ ગુણીજનો જાણે જ છે. એક મર્યાદા પુરુષોત્તમ હતા , બીજો જીવાતા જીવન , રાવડી રાઠોડ જેવો નટખટ કન્હૈયો! ભારતીય સંસ્કૃતિની આ જ વસ્તુ અદ્દભુત છે. આપણી કથાઓ હંમેશાં જીવનનું પ્રતિબિંબ પાડે છે. હરેક વ્યક્તિમાં બે આયામ છૂપાયેલાં હોય છે . . . એક ભગવાન શ્રી રામ અથવા આજના હિન્દી   ફિલ્મમાં આવતા સંસ્કારી પુરુષ આલોકનાથ અને બીજો આયામ હોય છે   શ્રી ક...