Posts

Showing posts with the label Snake

નાગે ફૂંફાડો મારીને જાણે મને કરડવાનો હોય તેવો હુમલો જ કર્યો અને ડરના માર્યા તેની પૂંછડી પરની મારી પકડ છૂટી ગઈ!

Image
"અનેક ભૂલોમાંથી ઘડાતાં ઘડાતાં સિદ્ધ થયેલી આ કળા અંગે આજે લોકો ભલે આફરીન હોય , વખાણ કરતાં હોય , પરંતુ આ સર્પ સાથેની યાત્રામાં સર્પોને કાચું-પાકું ઓળખતાં શીખ્યા બાદ પ્રથમવાર સર્પ સાથેનો આમનો સામનો થવાની ઘટના કદી નહી ભૂલી શકાય" ====================================== આ કોલમ શરૂ થઈ ત્યારથી ધારેલું કે સર્પો સાથે મારી યાત્રા જ્યારથી શરૂ થઈ ત્યારથી લઈને એક બાદ એક ક્રમાનુસાર ઘટનાક્રમને આવરી લઈશ. પરંતુ લખવા બેસું ત્યારે અન્ય કોઈ ઘટના મન હૃદય પર ટકોરા મારી બેસે અને વાત ચાલે અલગ જ વિષયની. પરંતુ સમગ્ર વાતના કેન્દ્રમાં સર્પ અને તેને લગતી અવનવી વાતો હોય ત્યાં સુધી આવકાર સારો જ મળ્યો છે. આજે મન થાય છે કે સર્પો પ્રત્યે આકર્ષણ અને અનુકંપા વધી તે સાથે સાથે પ્રકૃતિ સાથે નાતો જોડવા અને તેને મજબૂત બનાવતા અન્ય પરિબળો પણ એટલાં જ આકર્ષતા રહેતાં. મનમાં ઘણી ઉથલપાથલ અને અવઢવ રહેતાં. જે સમયે મોટી પાનેલીની “આલેચ નેચર ક્લબ” દ્વારા પ્રકૃતિ પ્રેમના પાયા નંખાયેલા અને હિંગોળગઢ ખાતેના કેમ્પસમાં એ પ્રેમ સુદૃઢ બન્યો ત્યારે પહેલી પ્રાથમિકતા વૃક્ષારોપણ અને પક્ષી નીરિક્ષણ હતાં. દર રવિવારે પાને...

સર્પોની દૂનિયાના અજીબો-ગરીબ લૂક અલાઈક સર્પો.

Image
"ત્યારે ભાન થયું કે હું જે સાપ સાથે રમકડાની માફક ખેલ કરુ છું તે તો અતિઝેરી એવો ફુરસો છે !"            સર્પોની દૂનિયાના અજીબો-ગરીબ લૂક અલાઈક સર્પો. સર્પોની ઓળખ કરવામાં થાપ ખાઈ જવાય તો મોત વેંત છેટુ જ છે.  જેમનું બાળપણ ગામડાઓમાં પ્રાકૃતિક વાતાવરણમાં વિત્યું હોય , કુદરતના ખોળે ખેલીને મોટા થયા હોય , તેમના જીવન બાળપણની મધુર યાદોથી સભર હોય છે. સભર અને હર્યાભર્યા બાળપણના માલિક અમે ક્યારે ગ્રામીણ પ્રકૃતિ રાણીના પ્રેમમાં પડી ગયા એ ખબર જ ન રહી. ધીમે ધીમે અમારા આ પ્રેમ તત્વમાં સમજણ અને વૈચારિક સશક્તિ આવતી ગઈ તેમ તેમ આ ઘટના માત્ર એક પ્રવૃત્તિ કે શોખ ન રહેતાં એક અનોખી વિચારધારા બની ગઈ. શરૂઆતનો પ્રેમ જેમ ઝનૂનની હદે જતો હોય તેમ મારા અને થોડા મિત્રોના સમગ્ર અસ્તિત્વ લીલાં છમ બની ગયેલાં , અમને તમામ જગ્યા પર કુદરત , પ્રકૃતિ , પર્યાવરણ અને તેના વિવિધ પાસાઓ જ દેખાતા . . . અને અમારા કિશોરાવસ્થાના તમામ કપડાં પણ લીલાશ ધારણ કરવા લાગેલાં ! કંઈ પણ પસંદગી કરવાની આવે તો અમે તરત પૂછતા કે "લીલું છે ?" આ ઉન્મેષ પણ સુખદાયક હોય છે. આજે અર્ધી સદીના આરે આવતાં અમારા એ બચપના ...
Image
ગીતામાંના આહાર વિજ્ઞાનથી લઈને સર્પોની આહાર વ્યવસ્થા અને તેના અવનવા પ્રકાર તરફ એક દૃષ્ટિપાત . આપણે જ્યારે કોઈ પણ વસ્તુને તેના અલગ અલગ અર્થોમાં સમજવા પ્રયત્નશીલ બનીએ છીએ ત્યારે , તે વસ્તુ કે જીવ અંગે આપણે જાગૃત બનીએ છીએ અને તેને આદર આપતા થઈએ છીએ. મૂળભૂત રીતે કોઈ પણ જીવ માટે આહાર એ શરીરને ચાલતું રાખવા જરૂરી ઊર્જાનું માધ્યમ છે. પરંતુ પૃથ્વી પરના અન્ય પ્રાણીઓથી અલગ પડીને માનવના ક્રમિક વિકાસ અને ત્યાર બાદ પ્રજ્ઞાના વિકાસની તથા માનવ સંસ્કૃતિના વિકાસની સાથે સાથે , આહાર એ માત્ર પોષણ અને જરૂરિયાત ન બની રહેતાં , તેણે એક આખા વિજ્ઞાનને જન્મ આપેલો . પાષાણ યુગમાં શિકાર કરીને ખવાતા કાચા માંસના સ્થાને અગ્નિનો ઉપયોગ કરીને તેને પકાવીને ખાવાની શરૂઆત થઈ. પકાવેલા માંસને પચાવવું સહેલું થયું તથા તેના સ્વાદનો ફર્ક પણ માનવને આકર્ષવા લાગેલો. કાચા માંસથી શરૂ થયેલું આહાર ચક્ર આજે રાંધવાની કળા બની છપ્પન ભોગ અને બત્રીસ પકવાન સુધી પહોંચી છે. ભારતીય સંસ્કૃતિમાં છેક કૃષ્ણ કાળથી ભોજનનું વૈજ્ઞાનિક મહત્વ અને વિશ્લેષણ મળી આવે છે. હિંદુધર્મના સૌથી વધુ પૂ જનીય અને આસ્થાના કેન્દ્રમાં ભગવદ ગીતા છે. શ્ર...

“તને એટલું જ્ઞાન હોય અને સાપનું પેટમાં બળતુ હોય તો પકડી જાવી હતીને ?”

Image
તારીખ : ૦૨-૧૦-૨૦૧૯ આજે આપણે શબ્દના સથવારે જ્યારે પરીચય કેળવવાનો છે ત્યારે એક મુંઝવણ અચુક થાય કે શરુઆત ક્યાંથી કરવી ? આજે એક એવા વિષયથી શરુઆત કરીએ કે જે આજ દિન સુધી મહદ્દઅંશે અછૂત રહ્યો છે. માણસ સુસંસ્કૃત થયો ત્યારથી લઈને આજના અતિ-આધુનિક સમયમાં પણ ભલે તે ગમે તેટલું ભણ્યો હોય તો પરંતુ , સર્પનું નામ આવે કે ચર્ચા થાય ત્યારે મોટે ભાગે તેના વિશે અજાણ , અને અભણ જ હોય છે. સર્પ કરડે તો મૃત્યુ થાય તે સિવાય તેના વિશે તમે ભાગ્યે જ વધુ જાણતા હો તેવી સંભાવના ઘણી જ છે. મારો પરિચય એક સર્જકના પુત્ર , વિધાનસભામાં ભાષાંતરકાર તથા ક્યારેક ક્યારેક વાર્તાઓ લખતા લેખક તરીકે ઓછી છે , પરંતુ ગુજરાત, ભારત તથા નજીકના દેશ નેપાળ સુધી સર્પ-બચાવ કરતાં યુવાનોમાં એક અનુભવી સર્પવિદ્દ તથા સર્પપ્રેમીની મારી ઓળખ વધારે છે. હું મુળે તો અંગ્રેજી સહિત્યનો સ્નાતક , પત્રકારિત્વનો વિદ્યાર્થી , તો પછી સાપ સાથે મારો આ નાતો ક્યાંથી એવો પ્રશ્ન અન્ય લોકોની જેમ જ મને પણ થાય છે. તો ચાલો આજે સર્પ સાથેનું મારું અનુસંધાન ક્યાંથી શરૂ થયું તેની વાત તમારી સૌ સાથે શેર કરવા માંગુ છું. અંગ્રેજો ભારતને સર્પો અને મદારીઓનો દેશ ગણાવતા , પણ ...