Posts

Showing posts with the label Compassion

આ તો જાનવર છે, એને શું ખબર હોય કે એના ડંસથી કોઈનું મોત થાશે ? એણે તો ડર લાગ્યો એટલે પોતાના બચાવમાં ડંખ માર્યો

Image
"જાનવર કોઈ દિવસ બદલાની ભાવના નથી રાખતું , બદલાનું ઝેર તો આપણી આંખો અને મનમાં હોય છે! ” મધુબહેને મને એ નાનકડા ભુલકાનો ફોટો પણ દેખાડ્યો અને એ વખતે એમની આંખમાંથી એક આંસુ ચૂપકેથી સરીને જમીન પર ટપકી પડ્યું" આ પૃથ્વી પર પરિસ્થિતિ અને જરૂરિયાતવશ ક્રમશ: જન્મેલા પ્રાણીઓમાંનું સૌથી છેલ્લું પ્રાણી એટલે ‘માનવ’. ભગવાન , ખુદા , ઇસુ જેવા અનેકાધિક નામોથી ઓળખાતું અને , જેને હું કુદરત કહું છું તે અત્યંત કુશાગ્રબુદ્ધિ અને દૂરંદેશી ધરાવતું તત્વ હોવું જોઇએ. કારણ માત્ર એટલું કે તેણે આ પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે જરૂરી જાતિઓનું જરૂરી પ્રમાણમાં સર્જન કર્યા બાદ જ માનવ નામના પ્રાણીને રવાના કર્યું . . . ! પ્રકૃતિ માતાને ખબર હતી કે માનવ પોતાના સ્વાર્થમાં અને હિતમાં ગમે તેનો ભોગ લઇ લેતાં અચકાશે નહીં. અને થયું પણ કંઇક એવું જ . . .  આજે આપણે પર્યાવરણલક્ષી જે કોઇ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે સઘળી સ્વનિર્મિત જ છે ! હા , આ કડવું સત્ય આપણે સ્વીકારવું જ રહ્યું. ઓઝોન અને અન્ય વાયુઓના સ્તરોને થઇ રહેલું નુકસાન , ગ્લોબલ વોર્મિંગ જેવી વિકટ સમસ્યાઓની માનવજીવન પર થઇ રહેલી અને થનારી નકારાત્મક અસર...