Posts

Showing posts from 2020

“પરંપરાનો મૂળ અર્થ ભૂલાઈ જાય અને માત્ર તે પ્રક્રિયા અને તેનો આછો ખ્યાલ જ અસ્તિત્વમાં રહે ત્યારે તે કર્મ-કાંડનું સ્વરૂપ ધારણ કરી લે છે”

Image
“એકાદી બુઢ્ઢી માંગણને ધમકાવીને તગેડી મૂકતી વખતે આપણે તે બુઢ્ઢી પોતાની માનવસહજ ગરિમાને કોરાણે મૂકીને હાથ લાંબો કરવા પાછળ કેટલી પ્રબળ મજબુર હશે તે સ્પર્શ્યું આપણને કદી?” ======================= ● આજે વાત કરવી છે એકાદી એવી ઘટનાની જેના થકી હું ક્યારેક મારી પોતાની જ ક્રિયા-પ્રક્રિયાઓનો સાક્ષી બનતો થયો. અને આમ થવાથી શરૂ થઈ મુતરડી જેવા તુચ્છ અને તિરસ્કૃત સ્થાનથી ખુદના જ મનમંદિરના ગર્ભગૃહના દર્શન સુધીની યાત્રા. લગભગ ૧૯૮૬-૮૭ની વાત છે. ત્યારે હું કોલેજમાં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ કરતો હતો, પરંતુ પરંપરાગત અભ્યાસ પદ્ધતિનો વિદ્યાર્થી હું કદી રહ્યો નથી. મતલબ કે અન્ય વિદ્યાર્થીઓની માફક ગાઈડ્સ અને પેમ્ફ્લેટ્સ વાંચીને પરીક્ષા આપવાને બદલે આખું વર્ષ હું અભ્યાસક્રમની તમામ કિતાબો વાંચતો, એ પણ અન્ય પુસ્તકોના વાંચનમાંથી સમય મળે તો જ ! એવા જ એક દિવાળીના વેકેશનમાં હું ઘરે વતનમાં આવેલો. વતનનો આ સમય મારા માટે સુર્વણકાળ રહેતો, કારણ કે આ સમયે પાછળ છૂટી ગયેલા મિત્રો સાથે રહેવા અને દિલ ખોલીને ભડાશ કાઢવાનો મોકો મળતો. એ વેકેશનમાં જ દિવાળીની આગલી રાત્રે રોજની જેમ જ અમે ત્રણ ચાર મિત્રો ચાલતા ચાલતા જ ગામની ...

“સાપ પકડવા એમ નહીં કેવાનું, પણ એમ કહીએ કે “અમે સ્નેક રેસ્ક્યુ” કરીએ છીએ તો સામાવાળા ઈમ્પ્રેસ થાય”

Image
“માની લો કે આ પૃથ્વી પર તમારાથી હજારો ગણો મોટો અને તમારા કરતાં પણ વધુ બુદ્ધિશાળી કોઈ જીવ હોય અને તમે નર છો કે માદા એ જાણવા માટે તમારા ચોક્કસ છિદ્રમાં સળિયો નાખે તો તમને ગમશે ?” =============================== ● શબ્દોનું મહત્ત્વ ઘણું હોય છે. શબ્દની તાકાત પણ કલ્પના ન કરી શકાય તેટલી હોય છે. વ્યક્તિ ક્યારે, કોના માટે, કયો શબ્દ ક્યા અંદાજમાં વાપરે છે તેના પરથી તેના વિવિધ અર્થ નક્કી થતાં હોય છે અને તેની સામેની કે આસપાસની વ્યક્તિઓ પર અસર પણ પડતી હોય છે. આમ સામાન્ય રીતે બહુ ધ્યાનથી ભણતા છોકરાને ‘ભણેશરી’ કહીએ તો એ તેનું સન્માન થયું ગણાય, પરંતુ આ જ ‘ભણેશરી’ શબ્દ પરીક્ષામાં ત્રણ વાર નાપાસ થનાર માટે વાપરવામાં આવે ત્યારે તે શબ્દ શાબ્દિક પ્રહારનું પણ કામ કરી આપે છે. ● અમે બે-ત્રણ મિત્રો ચકલા-ચકલી પારખવાનું શીખ્યા. હવે અમે તો ગામડાની એક નેચર ક્લબમાં આ બધું શીખેલા, એટલે શનિવારે સાંજે શાળા છૂટતા સમયે સ્ટુડિયોમાં ચાલતી નેચર ક્લબની ‘હોપીસે’ ભેગા થઈને રવિવારે કઈ દિશામાં પંખીડા જોવા જવું એનો કાર્યક્રમ ઘડાઈ જતો. રવિવારે વહેલી સવારે નાસ્તા અને રોટલી-શાક ભરેલા ટિફિન લઈને નીકળી પડતાં, બધા વચ્ચે ...

“તર્કબદ્ધતા અને સંપૂર્ણ અતાર્કિકતા વચ્ચે પ્રવાસ કર્યા કરતા લોકોની આભાસી દુનિયાની બે બાજુ . . . ડાહ્યાલેન્ડ અને ગાંડાલેન્ડ . . .”

Image
“ સાયબ ,  મારા ગોંડિયા હારૂ કાંક આલો . . . ”  એવી માંગણી કરતાં માજીના  “ ગોંડિયા ”  માટે મારો ભ્રાતાભાવ કહો તોય ભલે ,  પણ આ મા ’ જીને મેં કદી ખાલી હાથે નથી કાઢ્યાં.” ========================================================== ●  કાઠિયાવાડીઓ હાલતાંને ચાલતાં બોલે કે  “ ઇ તો ગાંડીનો છે ” “ ગાંડો મઈરો છે ”.  ગાંડુ હોવું એ હકીકતમાં હશે શું એ વિચાર પોતે પણ વિચાર માંગી લે એવો વિચાર છે. એક સાઉથ ઇન્ડિયન ફિલ્મ જોયેલી ,  જેમાં એક કૂટુંબને પોતાના ઘરમાં અચાનક ભૂતો દેખાવા લાગે છે   અને આ કુટુંબીઓ આ ભૂતોને  જોઇને થથરી જાય છે ,  ભયભીત થાય છે. સમય જતાં આ કુટુંબીઓને ખ્યાલ આવે છે કે ,  હકીકતમાં તો તેઓ જેમને ભૂત સમજે છે તેઓ તો જીવતા માણસો છે અને પોતે જ ભૂત છે! ●  સૌરાષ્ટ્રમાં ભાવનગર   અને   પોરબંદર જેવાં શહેરો  ગાંડાઓ માટે પ્રખ્યાત છે એવું જ્યારે સાંભળેલું ત્યારે આશ્ચર્ય થયેલું કે માત્ર ભાવનગરમાં જ કેમ ?  એક જાણકારે પછીથી આ ફિનોમિના પર પ્રકાશ પાડેલો કે ગાંડા જ્યાંના હોય ત્યાંથી તેમનાં સગાં-વ્હાલાં અથવા...

“સર્પ દંશ સ્ટન્ટ કરતાં થાય કે સ્ટન્ટ વગર, એક વાત નક્કી હોય છે કે, ભૂલ માણસની હોય છે, સાપની નહીં.”

Image
“સર્પ દંશ સ્ટન્ટ કરતાં થાય કે સ્ટન્ટ વગર, એક વાત નક્કી હોય છે કે, ભૂલ માણસની હોય છે, સાપની નહીં.” હજારોનું ફોલોઈંગ ધરાવતો એક પંજાબી મહારાષ્ટ્રમાં સ્ટન્ટ દરમિયાન સર્પદંશથી મૃત્યુ પામ્યો. તેની ડેડ-બોડી જ્યારે પંજાબ પહોંચી પછી તેના ગામલોકો અને સગા-સંબંધી સિવાય એક પણ પ્રશંસક તેની સ્મશાનયાત્રામાં ગયો નહોતો ! ========================================================== આગળ ઉપરના એક વલોણામાં આપણે જોયેલું કે સરિસૃર્પોનું ઋતુ ચક્ર દરેક સીઝનમાં કેવી રીતે અને શા માટે બદલાતું હોય છે. સર્પો ઠંડા લોહીવાળા પ્રાણી હોવાના કારણે તેમને પોતાના શરીરની ઉષ્મા જાળવી રાખવા માટે બાહ્ય બાબતો પર આશ્રય રાખવો પડતો હોય છે. ઉનાળામાં સર્પો ગરમીમાં ઠંડકવાળી જગ્યાઓમાં છૂપાઈને પોતાના શરીરનું તાપમાન ઠંડું રાખે છે અને શિયાળામાં તેમણે ગરમી અને હૂંફ માટે આશરે ત્રણેક મહિના છૂપાઈને પોતાના શરીરના તાપમાનને જાળવી રાખવું પડે છે. શિયાળો પતે એટલે ધીમે ધીમે સર્પો દેખાવા માંડે. અને માનવ સમાજમાં ખોરાકની શોધમાં આવી જાય. પરસ્પરના ડરની આવી સ્થિતિમાં સંઘર્ષને કારણે કોઈ પણ એક પક્ષે થતાં નુકસાનને નિવારવા માટે અમારા જેવા સ્વયંસેવકો...
Image
“હવે તું સવારે જ ઘરે આવજે , હું દરવાજો નહીં ખોલું !” થી “અલ્યા , ફોન ઉપાડ કોઈક બિચારાના ઘરમાં સાપ આવી ગયો હશે”ના પરિવર્તનની કથા. "હું સાપ પકડવાના પૈસા નથી લેતો , તો કહે ‘ આ પૈસા એ તમારી સેવાનો બદલો નથી , પરંતુ તમે આટલી રાતે જીવ જોખમમાં નાખીને અમને મદદ કરી તે બદલનું સન્માન છે , વો ભી પઘડી મેં . . . પાઘડી એ વ્યક્તિના માન મોભાનું પ્રતીક છે. હવે આ ભાવનાને કેમ ઠુકરાવવી ?" ========================================================================== જીવનમાં ઘટતી ઘણી ઘટનાઓ જ્યારે બની રહી હોય ત્યારે તેનું મહત્ત્વ , ગંભીરતા અને તેની સંવેદનશીલતા સમજવા જેટલા સજાગ આપણે હોતા નથી , પરંતુ ત્યાર બાદ કોઈ પણ વ્યક્તિની વૈચારિક પ્રક્રિયા જો સક્રિય હોય તો પછીથી પણ તેનું મહત્ત્વ સમજમાં આવતું હોય છે. સર્પો સાથેનું મારું જોડાણ જેમ જેમ ગહન બનતું ગયું તેમ તેમ મારું અંતર વધુ ને વધુ સભર અને સમૃદ્ધ બનતુ ચાલ્યું. કહે છે કે કુદરતમાં ક્યાંય કશું જ બાતલ નથી જતું. તમામ ઘતકોની પોતપોતાની ભૂમિકા હોય છે અને તેનું આખું એક ચક્ર હોય છે. તે જ રીતે માનવ જીવનમાં બનતી ક્ષુલ્લકમાં ક્ષુલ્લક ઘટના પણ અર્થવિહી...

વારતા રે વારતા . . . ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા . . . છોકરા સમજાવતા . . .

Image
●   આશરે દસેક વર્ષ પૂર્વે ગુજરાતી સાહિત્યના પ્રયોગશીલ વાર્તાકાર સુરેશ જોષીના નામે ચાલતા સુ.જો.સા.ફો. એટલે કે સુરેશ જોષી સાહિત્ય ફોરમ દ્વારા યોજાતી સાહિત્ય શિબિરમાં વગર આમંત્રણે જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું. વધુમાં હું ઉત્સાહપૂર્વક લઈ ગયેલી મારી એક વાર્તા વાંચવા મંજૂરી મળી એ સૌથી મોટું સદ્દભાગ્ય. આ ફોરમની મજા એ છે કે ત્યાં ઘડાયેલી કલમોના કસબીઓની સાથે સાથે નવોદિતો પણ પોતાની કૃતિઓ રજૂ કરે. પ્રણાલી એવી કે દિવસ દરમિયાન વારા ફરતી સૌ ‘ લેખકો ’ અને ‘ સર્જકો ’ પોત-પોતાની વાર્તાનું મોટે અવાજે પઠન કરે. કોઈ નબળા લેખકની પઠનશૈલી એટલી સુંદર હોય કે તમામ શ્રોતાઓ તેની વાર્તા ધ્યાનથી સાંભળે. અને કોઈ સબળા ‘ સર્જક ’ ની નબળી પઠનકળાને લીધે તેમની વાર્તા શ્રોતાઓ સુધી અરધી-પરધી જ પહોંચે. પછી વંચાયેલી વાર્તા અંગે ચર્ચા વિચારણાઓ થાય , સૌ પોત-પોતાની સમજણ અનુસાર જે તે વાર્તાનું આકલન , મંતવ્ય અને દૃષ્ટિકોણ નિર્ભીક રીતે રજૂ કરે. ● હું પણ આ સૌની વચ્ચે “છવાઈ” જવાની ઘેલછા સાથે મારી એક સુષ્ઠુ સુષ્ઠુ ભાષામાં લખાયેલી વાર્તા વાંચી ગયેલો , અને નિયમ મુજબ તેની એવી ધોલાઈ થયેલી કે નિરમા વગેરે પાવડરોની ધોલાઈ પણ ઝ...