Posts

Showing posts with the label Sawscaled Viper

ફુરસાને કોણે દીધો દેશવટો ? સમગ્ર ગુજરાતમાં જોવા મળતી સર્પની એક પ્રજાતિ માત્ર ગાંધીનગર શહેરમાં જ કેમ જોવા મળતી નથી ?

Image
ફુરસો - Saw Scaled Viper (Venomous) એક રજાના દિવસે ગુજરાતના જ એક સૂકા વિસ્તારના યુવાન સર્પપ્રેમીનો ફોન આવ્યો. ઘણી બધી ઔપચારિક વાતો બાદ ભાઈ મૂળ મુદ્દા પર આવ્યા. કહે , ધમભા એક સલાહ લેવાની છે તમારી. થોડા દિવસોથી મને એક વિચાર આવ્યા કરે છે. મજાકના સૂરમાં મેં કહ્યું “બહુ કહેવાય કે તમને વિચારો પણ આવે છે . . . !” થોડી હસાહસી બાદ તમણે મને કહ્યું “જોવો . . . તમને તો ખબર જ છે કે મારા વિસ્તારમાં રસેલ્સ વાઈપર (ખડચીતળો) નથી જોવા મળતો , તો મારો આઈડિયા છે કે ગુજરાતના જી વિસ્તારમાં સૌથી મોટા અને હેલ્ધી ખડચીતળા મળતા હોય ન્યાથી આપણી થોડા મેલ ફીમેલ લાવી દેવી , ને આયા છોડી દેવી તો સમય જાતાં આયા ય ઈની વસતી નો થઈ જાય ?” મેં કપાળ કૂટ્યું . . . અને એમને કહ્યું કે “આના કરતાં તો તમને વિચારુ નોતા આવતા ઈ જ હારુ હતું હો . . .” અને એ જણ ઓઝપાઈ ગયા. થોડી વાર તો એમને માઠું લાગી ગયું હોય એમ ચૂપ થઈ ગયા. પણ પછી મેં એમને સમજાવ્યું કે કુદરતની રચના શક્તિ પર ભરોસો રાખો , જે વિસ્તારમાં જે જીવોની જરૂર છે તે જીવો જ ત્યાં વસતા જોવા મળે , અને આ તમારા જેવાના વિચારોના કારણે અથવા અકસ્માતે પણ કોઈ જીવ બીજા વિસ્તારમાં જઈ ચડે તો ...