Posts

Showing posts from December, 2019

બુલેટની મજા ગતિમાં નથી . . . પરંતુ ગતિના અભાવમાં આવતી 'રોયલ' અનુભૂતિમાં છે . . .

Image
      "બાહ્ય દેખાવથી પ્રતિભા નથી બનતી . . . બુલેટ નો હોય તો પણ રોલા પડે ઇ સાચું" . . . આ ન્યાયે અમને વ્હીકલ નહોતું મળ્યું , કોણી સુધી બાંયો વાળી હોય તો તેઓ કહેતાં . . . મામાની નકલ કરે છે . . . કાનમાં ચાંદીની વાળી પહેરી તો જાતે કટરથી કાપી નાખી . . . અને કહે "તું કમાતો થા તયે તું તારે બેય કાનમાં પેરજે . . . પણ મારી કમાણી ઉપર ભણ છ ત્યાં સુધી તો નય જ પેરવા દવ !" ============================================ બુલેટ રાજા . . . માનવ મન એકદમ માંકડા જેવું હોય છે. ધ્યાનથી મનની ગતિવિધિઓ નિહાળીએ ત્યારે સમજાય કે કશ્મીર અંગેના કોઈક વિચાર સાથે શરૂ થયેલી માનસયાત્રા તમને પોતાને ખ્યાલ આવે ત્યારે એમ્સ્ટરડેમમાં લીગલાઈજ વેશ્યાવૃત્તિનું શું થશે તેની ચિંતા સુધી વિસ્તરી ચૂકી હોય છે. છેલ્લા બે જેટલા મહિનાઓથી આપણે વિચાર-વલોણું ફેરવીને એક જ વિષય પર વાત કરી. આ વખતે થયું કે બાળપણથી લઈને ઘણા લાંબા સમય સુધીની સર્પો સાથેની થોડી મહત્ત્વપૂર્ણ વાતો શેર કરી છે , તો છેલ્લા બે દિવસથી મારું માંકડા જેવું મન વારે ને વારે મારા ફળીમાં પડી રહેલા નવા નક્કોર આર.ઈ.થ્રી ફીફ્ટીના રીડ્ડીચ રેડ પર બેસી જ...

જીવનમાં અમૃત છે તો સામે પક્ષે ઝેર પણ છે

Image
ભારતની સંસ્કૃતિ અને ધર્મ હંમેશાં જીવન-મૂલક રહ્યાં છે.   આપણા દરેક ધર્મનો નાતો મૂળથી જ જીવન અને જીવનની નાની નાની બાબતો સાથે રહ્યો છે. આપણાં મહાકાવ્યો , ધર્મગ્રંથો તેની સાક્ષી પૂરે છે. આપણા ધર્મગ્રંતો , તેની દાસ્તાનો માનવજીવનની સમાંતરે વહે છે. ગીતાજી જો જીવન જીવવાની ફિલસૂફી રજુ કરે છે તો સામે પક્ષે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો જીવાતા જીવનના સારા નરસાં પાસાઓને સુરેખ અને સાવ સરળ રીતે રજૂ કરી જીવનના પાઠ ભણાવી જાય છે. ભગવાન રામના બાળપણથી લઈને રાવણ સામેના યુદ્ધ અને ત્યાર બાદના જીવનની વાત કંડારાઈ છે રામાયણમાં , તો શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર પણ બાળક સહજ મસ્તી , તોફાનોથી લઈને રાસલીલા અને રાક્ષસોના વધ અને એક આદર્શ રાજવી સુધીની જીવન યાત્રાનો તાદૃશ્ય ચિતાર છે. મજાની વાત એ છે કે આપણા આ ગ્રંથો પોતે જ સૂચિત કરે છે કે જીવનમાં અમૃત છે તો સામે પક્ષે ઝેર પણ છે. આમ જીવન સારા અને ખરાબ અથવા તો અમૃત અને ઝેરનું એક સંતુલિત સંયોજન છે એ વાત પણ આડકતરી રીતે અનુભવી શકાય છે . પરંતુ એક કડવી હકીકત એ પણ છે કે માનવને અમૃત જરૂર જોઈએ છે , પણ ઝેરનો સહજ સ્વીકાર નથી. ન ગમતાનો સ્વીકાર કરવાની વૃત્તિનો અભ...

આ તો જાનવર છે, એને શું ખબર હોય કે એના ડંસથી કોઈનું મોત થાશે ? એણે તો ડર લાગ્યો એટલે પોતાના બચાવમાં ડંખ માર્યો

Image
"જાનવર કોઈ દિવસ બદલાની ભાવના નથી રાખતું , બદલાનું ઝેર તો આપણી આંખો અને મનમાં હોય છે! ” મધુબહેને મને એ નાનકડા ભુલકાનો ફોટો પણ દેખાડ્યો અને એ વખતે એમની આંખમાંથી એક આંસુ ચૂપકેથી સરીને જમીન પર ટપકી પડ્યું" આ પૃથ્વી પર પરિસ્થિતિ અને જરૂરિયાતવશ ક્રમશ: જન્મેલા પ્રાણીઓમાંનું સૌથી છેલ્લું પ્રાણી એટલે ‘માનવ’. ભગવાન , ખુદા , ઇસુ જેવા અનેકાધિક નામોથી ઓળખાતું અને , જેને હું કુદરત કહું છું તે અત્યંત કુશાગ્રબુદ્ધિ અને દૂરંદેશી ધરાવતું તત્વ હોવું જોઇએ. કારણ માત્ર એટલું કે તેણે આ પૃથ્વી પરની જીવસૃષ્ટિ માટે જરૂરી જાતિઓનું જરૂરી પ્રમાણમાં સર્જન કર્યા બાદ જ માનવ નામના પ્રાણીને રવાના કર્યું . . . ! પ્રકૃતિ માતાને ખબર હતી કે માનવ પોતાના સ્વાર્થમાં અને હિતમાં ગમે તેનો ભોગ લઇ લેતાં અચકાશે નહીં. અને થયું પણ કંઇક એવું જ . . .  આજે આપણે પર્યાવરણલક્ષી જે કોઇ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ તે સઘળી સ્વનિર્મિત જ છે ! હા , આ કડવું સત્ય આપણે સ્વીકારવું જ રહ્યું. ઓઝોન અને અન્ય વાયુઓના સ્તરોને થઇ રહેલું નુકસાન , ગ્લોબલ વોર્મિંગ જેવી વિકટ સમસ્યાઓની માનવજીવન પર થઇ રહેલી અને થનારી નકારાત્મક અસર...

નાગે ફૂંફાડો મારીને જાણે મને કરડવાનો હોય તેવો હુમલો જ કર્યો અને ડરના માર્યા તેની પૂંછડી પરની મારી પકડ છૂટી ગઈ!

Image
"અનેક ભૂલોમાંથી ઘડાતાં ઘડાતાં સિદ્ધ થયેલી આ કળા અંગે આજે લોકો ભલે આફરીન હોય , વખાણ કરતાં હોય , પરંતુ આ સર્પ સાથેની યાત્રામાં સર્પોને કાચું-પાકું ઓળખતાં શીખ્યા બાદ પ્રથમવાર સર્પ સાથેનો આમનો સામનો થવાની ઘટના કદી નહી ભૂલી શકાય" ====================================== આ કોલમ શરૂ થઈ ત્યારથી ધારેલું કે સર્પો સાથે મારી યાત્રા જ્યારથી શરૂ થઈ ત્યારથી લઈને એક બાદ એક ક્રમાનુસાર ઘટનાક્રમને આવરી લઈશ. પરંતુ લખવા બેસું ત્યારે અન્ય કોઈ ઘટના મન હૃદય પર ટકોરા મારી બેસે અને વાત ચાલે અલગ જ વિષયની. પરંતુ સમગ્ર વાતના કેન્દ્રમાં સર્પ અને તેને લગતી અવનવી વાતો હોય ત્યાં સુધી આવકાર સારો જ મળ્યો છે. આજે મન થાય છે કે સર્પો પ્રત્યે આકર્ષણ અને અનુકંપા વધી તે સાથે સાથે પ્રકૃતિ સાથે નાતો જોડવા અને તેને મજબૂત બનાવતા અન્ય પરિબળો પણ એટલાં જ આકર્ષતા રહેતાં. મનમાં ઘણી ઉથલપાથલ અને અવઢવ રહેતાં. જે સમયે મોટી પાનેલીની “આલેચ નેચર ક્લબ” દ્વારા પ્રકૃતિ પ્રેમના પાયા નંખાયેલા અને હિંગોળગઢ ખાતેના કેમ્પસમાં એ પ્રેમ સુદૃઢ બન્યો ત્યારે પહેલી પ્રાથમિકતા વૃક્ષારોપણ અને પક્ષી નીરિક્ષણ હતાં. દર રવિવારે પાને...