બુલેટની મજા ગતિમાં નથી . . . પરંતુ ગતિના અભાવમાં આવતી 'રોયલ' અનુભૂતિમાં છે . . .
"બાહ્ય દેખાવથી પ્રતિભા નથી બનતી . . . બુલેટ નો હોય તો પણ રોલા પડે ઇ સાચું" . . . આ ન્યાયે અમને વ્હીકલ નહોતું મળ્યું , કોણી સુધી બાંયો વાળી હોય તો તેઓ કહેતાં . . . મામાની નકલ કરે છે . . . કાનમાં ચાંદીની વાળી પહેરી તો જાતે કટરથી કાપી નાખી . . . અને કહે "તું કમાતો થા તયે તું તારે બેય કાનમાં પેરજે . . . પણ મારી કમાણી ઉપર ભણ છ ત્યાં સુધી તો નય જ પેરવા દવ !" ============================================ બુલેટ રાજા . . . માનવ મન એકદમ માંકડા જેવું હોય છે. ધ્યાનથી મનની ગતિવિધિઓ નિહાળીએ ત્યારે સમજાય કે કશ્મીર અંગેના કોઈક વિચાર સાથે શરૂ થયેલી માનસયાત્રા તમને પોતાને ખ્યાલ આવે ત્યારે એમ્સ્ટરડેમમાં લીગલાઈજ વેશ્યાવૃત્તિનું શું થશે તેની ચિંતા સુધી વિસ્તરી ચૂકી હોય છે. છેલ્લા બે જેટલા મહિનાઓથી આપણે વિચાર-વલોણું ફેરવીને એક જ વિષય પર વાત કરી. આ વખતે થયું કે બાળપણથી લઈને ઘણા લાંબા સમય સુધીની સર્પો સાથેની થોડી મહત્ત્વપૂર્ણ વાતો શેર કરી છે , તો છેલ્લા બે દિવસથી મારું માંકડા જેવું મન વારે ને વારે મારા ફળીમાં પડી રહેલા નવા નક્કોર આર.ઈ.થ્રી ફીફ્ટીના રીડ્ડીચ રેડ પર બેસી જ...