Posts

આ ડૉક્ટરો ય મૂરખા છે, ખાલી મારું લોહી ચડાવી દે એક બોટલ તોય તારું સાપનું ઝેર ઉતરી જાશે.

Image
આ ડૉક્ટરો ય મૂરખા છે , ખાલી મારું લોહી ચડાવી દે એક બોટલ તોય તારું સાપનું ઝેર ઉતરી જાશે . કહેવાય છે કે મૂર્ખ મિત્ર કરતાં દાનો દુ:શ્મન સારો. જ્યારે જીવ જોખમમાં હોય ત્યારે એક ખોટી કે સાચી સલાહ જીવન મરણ વચ્ચેનો ભેદ મિટાવી શકે છે.           ગાંધીનગરમાં વર્ષો સુધી એકલા હાથે સર્પ-બચાવનું કામ કર્યા બાદ એક-દા વિચાર આવ્યો કે હું તો આ કામ કરું છું , પણ કોઇ એવો સમય આવે કે હું ગાંધીનગરમાં ન હોઉં અથવા હયાત પણ ન હોઉં અને કોઈને જરૂર પડે સર્પને બચાવવાની તો શું ? ત્યારે વિચાર આવેલો કે એક બીજી પંક્તિ એટલે કે સેકન્ડ લાઈન તો તૈયાર થવી જોઈએ. પણ આવા એરુ પકડવાના કામમાં મરજીથી કોઈ જોડાય ખરું ? મનની મથામણના અંતે એક દિવસ સાપના કોઈ કિસ્સાની છાપામાં સ્ટોરીની પત્રકારને બાઈટ આપતી વખતે એક વાક્ય એ પણ બોલી નાખેલું કે “ગાંધીનગરના કોઈ યુવાનો જો શીખવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે”. અને મારા આશ્ચર્ય વચ્ચે થોડા યુવાનો આગળ આવ્યા. પ્રથમ હરોળ તૈયાર તો થઈ પણ એમાંના એક બે ને છોડતાં કોઈ આ પ્રવૃત્તિમાં લાંબુ ટક્યા નહીં. તેથી બીજો લોટ હાથ પર લીધો અને તેમાંથી સર્જાયું હાલનું “સ્નેક લવર્સ ક્લ...
Image
ગીતામાંના આહાર વિજ્ઞાનથી લઈને સર્પોની આહાર વ્યવસ્થા અને તેના અવનવા પ્રકાર તરફ એક દૃષ્ટિપાત . આપણે જ્યારે કોઈ પણ વસ્તુને તેના અલગ અલગ અર્થોમાં સમજવા પ્રયત્નશીલ બનીએ છીએ ત્યારે , તે વસ્તુ કે જીવ અંગે આપણે જાગૃત બનીએ છીએ અને તેને આદર આપતા થઈએ છીએ. મૂળભૂત રીતે કોઈ પણ જીવ માટે આહાર એ શરીરને ચાલતું રાખવા જરૂરી ઊર્જાનું માધ્યમ છે. પરંતુ પૃથ્વી પરના અન્ય પ્રાણીઓથી અલગ પડીને માનવના ક્રમિક વિકાસ અને ત્યાર બાદ પ્રજ્ઞાના વિકાસની તથા માનવ સંસ્કૃતિના વિકાસની સાથે સાથે , આહાર એ માત્ર પોષણ અને જરૂરિયાત ન બની રહેતાં , તેણે એક આખા વિજ્ઞાનને જન્મ આપેલો . પાષાણ યુગમાં શિકાર કરીને ખવાતા કાચા માંસના સ્થાને અગ્નિનો ઉપયોગ કરીને તેને પકાવીને ખાવાની શરૂઆત થઈ. પકાવેલા માંસને પચાવવું સહેલું થયું તથા તેના સ્વાદનો ફર્ક પણ માનવને આકર્ષવા લાગેલો. કાચા માંસથી શરૂ થયેલું આહાર ચક્ર આજે રાંધવાની કળા બની છપ્પન ભોગ અને બત્રીસ પકવાન સુધી પહોંચી છે. ભારતીય સંસ્કૃતિમાં છેક કૃષ્ણ કાળથી ભોજનનું વૈજ્ઞાનિક મહત્વ અને વિશ્લેષણ મળી આવે છે. હિંદુધર્મના સૌથી વધુ પૂ જનીય અને આસ્થાના કેન્દ્રમાં ભગવદ ગીતા છે. શ્ર...

મિત્રો, ચાલો સર્પોની રહસ્યમય દુનિયામાં ડોકિયું કરીએ . . .

Image
જિજ્ઞાસા અને કુતુહલવૃત્તિ જીવન બદલી શકે છે , અને તમારી જિજ્ઞાસા અને જ્ઞાનની ભૂખ ખરેખર તીવ્ર હોય અને દિલથી પ્રયાસ કરો તો જ્ઞાનપ્રાપ્તિ માટેના માધ્યમો મળી જ આવે છે. કૌન કહેતા હૈ આસમાં મેં સુરાખ નહીં હોતા ? कौन कहता है आसमां में सुराख नहीं हो सकता , एक पत्थर तो तबियत से उछालो यारों                                                                           - दुष्यन्तकुमार વાત છે વામનમાંથી વિરાટ બનવાની. એમ તો સૌને વિરાટ જ જોઈએ છે. નબળું કોને જોઈએ છે ? પણ વામનમાંથી વિરાટની યાત્રા આમ ભલે માત્ર દોઢ પગલાંની જ હોય , પરંતુ એ દોઢ પગલાં ભરવાની હિંમત કેટલા પાસે હોય છે ? કારણ માત્ર એટલું કે જીનેટિક ડિઝાઈનમાં જે મટીરીયલ મળવું જોઈએ તે સૌ પાસે થોડું હોય ? આજે એક એવા બાળકની વાત કરવી છે જેની શક્તિ તેના પ્રશ્નો અને જિજ્ઞાસાવૃત્તિમાં છુપાયેલી છે. સન. ૨૦૦૩માં ગાંધીનગરના મારા સરકારી ક્વાર્ટર પર એક બાળક પ...

ચોમાસુ એટલે સર્પોનો "ફૂડ ફેસ્ટિવલ" . . . ચોમાસામાં સાપ નિકળવાની ઘટનાને સમજવા પ્રયત્ન કરીએ.

Image
ચોમાસા દરમિયાન અવારનવાર જોવા-સાંભળતા સાપના કિસ્સા બાદ શિયાળામાં આ સાપ અચાનક અદૃષ્ય કેમ થઈ જતા હશે એ અંગે વિચાર્યું છે કદી ? ના આપણને એવી વિચારવાની ટેવ જ ક્યાં છે ? મેં ગાંધીનગરમાં એક વાર ખૂબ વિચિત્ર કિસ્સો જોયેલો. સેક્ટર ૧૯ના એક બંગલામાં એક રાત્રે ૮ ફૂટની એક ધામણ એક વૃક્ષના મૂળીયામાં ફસાઇ ગઇ હશે. નોકરોએ તેને સવારે જોઇ અને મને ફોન કર્યો ... જઇને જોયું તો આ ધામણ મરી ગયેલી અને સાવ રબ્બરના ટાયર જેવી થઇ ગઇ હતી. ત્યાંથી તેને હળવેથી બહાર કાઢી તો તેના મોંમાંથી પાણી અને લોહી અલગ અલગ થયેલું પ્રવાહી નિકળ્યું. અવો કિસ્સો પ્રથમવાર જોયેલો એટલે જલદી સમજાયું નહીં કે આમ કેમ થયું હશે , પરંતુ પછીથી ઘણા મનોમંથન બાદ તેનું વૈજ્ઞાનિક કારણ સમજમાં આવેલું. પ્રકૃતિના કોઈ પણ તત્વની એક ઘટનાને સમજવી હોય તો તેની સાથે સકળાયેલા અનેક પાસા સમજવા જરૂરી બની જતા હોય છે. આમ શિયાળામાં સર્પોના અદૃષ્ય થઈ જવાની ઘટનાને બે બાબતો સાથે સીધો સંબંધ છે. એક તો ઉનાળામાં પ્રજનન અને ચોમાસામાં વૃકોદરની જેમ ખાધા કરવું. તો આ મુદ્દાને બર્ડ આઈ વ્યુની જેમ નીરખીએ અને સમજવાનો પ્રયાસ કરીએ. ચોમાસુ આવે એટલે ચારે તરફ હરીયાળી છવાઇ જાય .....

ફુરસાને કોણે દીધો દેશવટો ? સમગ્ર ગુજરાતમાં જોવા મળતી સર્પની એક પ્રજાતિ માત્ર ગાંધીનગર શહેરમાં જ કેમ જોવા મળતી નથી ?

Image
ફુરસો - Saw Scaled Viper (Venomous) એક રજાના દિવસે ગુજરાતના જ એક સૂકા વિસ્તારના યુવાન સર્પપ્રેમીનો ફોન આવ્યો. ઘણી બધી ઔપચારિક વાતો બાદ ભાઈ મૂળ મુદ્દા પર આવ્યા. કહે , ધમભા એક સલાહ લેવાની છે તમારી. થોડા દિવસોથી મને એક વિચાર આવ્યા કરે છે. મજાકના સૂરમાં મેં કહ્યું “બહુ કહેવાય કે તમને વિચારો પણ આવે છે . . . !” થોડી હસાહસી બાદ તમણે મને કહ્યું “જોવો . . . તમને તો ખબર જ છે કે મારા વિસ્તારમાં રસેલ્સ વાઈપર (ખડચીતળો) નથી જોવા મળતો , તો મારો આઈડિયા છે કે ગુજરાતના જી વિસ્તારમાં સૌથી મોટા અને હેલ્ધી ખડચીતળા મળતા હોય ન્યાથી આપણી થોડા મેલ ફીમેલ લાવી દેવી , ને આયા છોડી દેવી તો સમય જાતાં આયા ય ઈની વસતી નો થઈ જાય ?” મેં કપાળ કૂટ્યું . . . અને એમને કહ્યું કે “આના કરતાં તો તમને વિચારુ નોતા આવતા ઈ જ હારુ હતું હો . . .” અને એ જણ ઓઝપાઈ ગયા. થોડી વાર તો એમને માઠું લાગી ગયું હોય એમ ચૂપ થઈ ગયા. પણ પછી મેં એમને સમજાવ્યું કે કુદરતની રચના શક્તિ પર ભરોસો રાખો , જે વિસ્તારમાં જે જીવોની જરૂર છે તે જીવો જ ત્યાં વસતા જોવા મળે , અને આ તમારા જેવાના વિચારોના કારણે અથવા અકસ્માતે પણ કોઈ જીવ બીજા વિસ્તારમાં જઈ ચડે તો ...