Posts

" જો ભૂતકાળ બદલી શકતો હોય, તો પિતાજીનો મેં રિસીવ ન કરેલો ફોન મારે રિસીવ કરવો છે "

Image
" જો ભૂતકાળ બદલી શકતો હોય , તો પિતાજીનો મેં રિસીવ ન કરેલો ફોન મારે રિસીવ કરવો છે " છાતીએ વળગાડીને ધવરાવેલો , પહેલી વાર નિશાળે જતો હોય ત્યારે હરખભેર મોઢામાં દહીં ખાંડ અને તુલસીનું પત્તુ આપ્યું હોય , વર બની ઘોડીએ ચડેલા રાજા તરીકે પોંખ્યો હોય , એ જ દીકરાને નનામી પર કસોકસ બંધાતો જોઈને માનું હૈયું તો કહેતું જ હોય . . . મારા દીકરાને શ્વાસ લેવા જરીક તો મોઢું ખુલ્લું રાખો ! ============================================================================== ● ફેસબુક પરના એક ગૃપમાં અનોખી સ્પર્ધા યોજાઈ. સ્પર્ધાનું નામ હતું “ભૂતકાળ પરિવર્તન” સ્પર્ધા. થીમ મુજબ વ્યક્તિએ પોતાના ભૂતકાળની એવી કોઈ ઘટના વિશે લખવાનું હતું જેને તમે બદલવા ઈચ્છતા હો. ઘણી એન્ટ્રીઓ આવી, નિયત કરેલા જજીસે ફેસલા આપ્યા, ઈનામો અને અભિનંદનો બાંટવામાં આવ્યા. ત્યાર બાદ એ ગ્રૂપના જ એક યુવકે ડરતાં ડરતાં એક પોસ્ટ મૂકી અને લખેલું કે સ્પર્ધા દરમિયાન લખ્યું તો હતું, પરંતુ સ્પર્ધામાં એન્ટ્રી મુકતા હિંમત ન ચાલી. આ પોસ્ટ વાંચીને મને એક વાતનો બહુ ગહન અનુભવ થયો કે જૂની પેઢી ભલે નવી પેઢીને ગાળો આપે, પરંતુ આજની પેઢી પણ એટલી જ...

"ત્રણેય ટીનેજ મધીયા બાજે ધીમી પણ મક્કમ ગતિએ હવામાં ઉડાન ભર્યાની ક્ષણો આજે પણ અમારી ડિજીટલ સ્મૃતિમાં રીયલ ટાઇમ પ્લે થાય છે"

Image
ગઈ કાલે જ આપણે અનેક પક્ષીઓની અપંગતા અને મૃત્યુનું કારણ બનતા બનતા ઝાપટેલા તલના , મમરાના લાડુ , તલ અને શિંગની ચીકી હજુ આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમમાંથી નીકળ્યા જ ક્યાં છે ? ==========================================================          ઉત્તરાયણ ગઈ , કેટલાંય પક્ષીઓ કપાયાં હશે , કેટલાંય આજીવન પાંખ , પગ  આંખ અને કેટલાયે પોતાના જીવન પણ ગુમાવ્યા હશે. "કાયપો છે" ની ચિચિયારીઓમાં કેટલાંય પક્ષીઓના આર્તનાદ ડુબી ગયા હશે. કેટલાંય બચ્ચાં પોતાના માળામાં પોતાના મા-બાપ ખોરાક લઈને આવે એની રાહ જોઈજોઈને ભૂખે અથવા બીજા શિકારીઓના શિકાર બની ગયાં હશે. એને ક્યાં ખબર હશે કે તેના માટે જીવડાં શોધવા ગયેલી મા કોઈ માનવના આનંદ માટેના ખેલનો ભોગ બનીને કપાયેલી પાંખે ક્યાંક તરફડતી હશે અથવા ગળામાં દોરી વિંટળાઇને મૃત્યુ પામી હશે. કોઈ સ્કૂટરચાલકનું ગળું કપાયાના સમાચારથી જેટલી પીડા આપણને થાય છે તેની એક ટકો પીડા પણ જો પંખીઓ માટે થશે તો ઘણો ફરક પડે . . . કાશ . . . પરંતુ મને જ નહીં , આપણને સૌને ખબર છે એવું થવાનું નથી. આપણે આપણા આનંદ સાથે એટલા વણાઈ ગયા છીએ કે જીવનનનો મૂળભૂત સિદ્ધાંત ભુલ...

" સાપ કાંચળી છોડે છે શા માટે ? લોકોને પૂજા કરવા માટે, લોકોના કલ્યાણ માટે ?"

Image
મારા એક ગુરૂ છે , અને તેઓ બહુ જાણકાર છે. તેમણે કહ્યું છે કે “ તારી શક્તિઓ મુજબ તને સફળતા મળતી નથી , તો જો તું સાચા નાગની કાંચળી મેળવીને પૂજામાં રાખી રોજ તેની પૂજા કરીશ તો સફળતા તારા કદમ ચૂમશે ! ” ================================================================ માનવ એક એવું પ્રાણી છે જે ભલે બીજા પ્રાણીઓ કરતાં ' સ્વ ' સાથે વધારે જોડાયેલું રહેતું હોય છે , તેમ છતાં ' સ્વ ' નું મૂલ્ય કરવામાં તેના પ્રત્યેનો પોતાનો અહોભાવ વ્યક્ત કરવાનું ચૂકી જાય છે. કારણ મને લાગે છે ત્યાં સુધી ' સ્વ ' ને માનવીએ અહમ્ કરવાનું એક માધ્યમ માત્ર માની લીધું છે. બાળક તરીકે દરેક જીવમાં વિસ્મય અને કુતૂહલનું જે એક અદ્દ્ભુત તત્વ હોય છે , તે તત્વ વિકાસ પામતા મગજ અને તેની અંદર થતા કેમિકલ લોચાના વિકાસ એટલે કે સ્વતંત્ર તર્કના ઉદ્દ્ભવ સાથે આ વિસ્મય અને કુતૂહલ ક્ષીણ થતું જાય છે. આપણા ધર્મ અને અધ્યાત્મમાં ભલે શરીરના સ્તરથી ઉપર ઊઠીને અલૌકિક અનુભૂતિઓ તરફ ગતિ કરવાની વાત થતી હોય , પરંતુ એક ચોક્કસ સ્તર સુધી શરીરનું પોતાનું મહત્ત્વ હોય છે અને હોવું પણ જોઈએ. આપણે ત્યાં જ્યારે કોઈ નવતર મશીન કે મીકેન...

"પોતાની ભૂલો, તેનો સ્વીકાર અને તેના આધારે જીવનમાં આણેલા પરિવર્તનો એજ તો એથિક્સ . . .

Image
      તમે ડબ્બો આવે ત્યાં સુધી તેની સાથે જે રીતે રમત કરતા હતાં , વર્તતા હતાં એ અને સાપ માટે જે ભાષા વાપરતા હતાં એ ભાષા પણ અત્યંત અપમાનજનક હતી. તમને કોઇએ પૂછ્યું કે , તમે સાપ કેમ પકડો છો , તો તમે કહેલું ' આઈ લવ સ્નકેસ '. ===================================       આજે નવા વર્ષના પ્રથમ દિને વિચારવલોણાના માધ્યમથી સૌને નમસ્તે અને નવા વર્ષની વધામણી આપતા ખરેખર ઘણો જ આનંદ થાય છે. ક્યારેક વિચારશૂન્યતાને કારણે શું લખવુ એ ન સમજાતું હોય , અને ક્યારેક ક્યારેક આનંદના અતિરેકના કારણે . . . આજે એક ખુબ ગંભીર પરંતુ વપરાઈ વપરાઈને દાતણના કૂચા જેવા થઈ ગયેલા વિષય અથવા તો કહોને કે શબ્દ પર વાત કરવાની છે. આ શબ્દ છે એથિક્સ . . . મૂળભૂત રીતે એથિક્સ એટલે નીતિશાસ્ત્ર , કહોને કે નીતિમત્તા. આપણે આ શબ્દ સાંભળીએ એટલે કોઈ વડીલના મુખેથી આપણાં વાણી-વર્તનના કારણે સાંભળેલા લાંબાલચ્ચ ભાષણો યાદ આવી જાય. એ વખતે મનમાં ને મનમાં નીપજેલો ભયાવાહ કંટાળો આજે પણ ડરામણો લાગે ! તો તમને થશે કે શું યાઆઆઅર . . . આ પણ એથિક્સ શીખવાડશે આજે ? અરે ના , મારે કાંઈ તમને એથિક્સ નથી શીખવાડવા...

બુલેટની મજા ગતિમાં નથી . . . પરંતુ ગતિના અભાવમાં આવતી 'રોયલ' અનુભૂતિમાં છે . . .

Image
      "બાહ્ય દેખાવથી પ્રતિભા નથી બનતી . . . બુલેટ નો હોય તો પણ રોલા પડે ઇ સાચું" . . . આ ન્યાયે અમને વ્હીકલ નહોતું મળ્યું , કોણી સુધી બાંયો વાળી હોય તો તેઓ કહેતાં . . . મામાની નકલ કરે છે . . . કાનમાં ચાંદીની વાળી પહેરી તો જાતે કટરથી કાપી નાખી . . . અને કહે "તું કમાતો થા તયે તું તારે બેય કાનમાં પેરજે . . . પણ મારી કમાણી ઉપર ભણ છ ત્યાં સુધી તો નય જ પેરવા દવ !" ============================================ બુલેટ રાજા . . . માનવ મન એકદમ માંકડા જેવું હોય છે. ધ્યાનથી મનની ગતિવિધિઓ નિહાળીએ ત્યારે સમજાય કે કશ્મીર અંગેના કોઈક વિચાર સાથે શરૂ થયેલી માનસયાત્રા તમને પોતાને ખ્યાલ આવે ત્યારે એમ્સ્ટરડેમમાં લીગલાઈજ વેશ્યાવૃત્તિનું શું થશે તેની ચિંતા સુધી વિસ્તરી ચૂકી હોય છે. છેલ્લા બે જેટલા મહિનાઓથી આપણે વિચાર-વલોણું ફેરવીને એક જ વિષય પર વાત કરી. આ વખતે થયું કે બાળપણથી લઈને ઘણા લાંબા સમય સુધીની સર્પો સાથેની થોડી મહત્ત્વપૂર્ણ વાતો શેર કરી છે , તો છેલ્લા બે દિવસથી મારું માંકડા જેવું મન વારે ને વારે મારા ફળીમાં પડી રહેલા નવા નક્કોર આર.ઈ.થ્રી ફીફ્ટીના રીડ્ડીચ રેડ પર બેસી જ...

જીવનમાં અમૃત છે તો સામે પક્ષે ઝેર પણ છે

Image
ભારતની સંસ્કૃતિ અને ધર્મ હંમેશાં જીવન-મૂલક રહ્યાં છે.   આપણા દરેક ધર્મનો નાતો મૂળથી જ જીવન અને જીવનની નાની નાની બાબતો સાથે રહ્યો છે. આપણાં મહાકાવ્યો , ધર્મગ્રંથો તેની સાક્ષી પૂરે છે. આપણા ધર્મગ્રંતો , તેની દાસ્તાનો માનવજીવનની સમાંતરે વહે છે. ગીતાજી જો જીવન જીવવાની ફિલસૂફી રજુ કરે છે તો સામે પક્ષે રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો જીવાતા જીવનના સારા નરસાં પાસાઓને સુરેખ અને સાવ સરળ રીતે રજૂ કરી જીવનના પાઠ ભણાવી જાય છે. ભગવાન રામના બાળપણથી લઈને રાવણ સામેના યુદ્ધ અને ત્યાર બાદના જીવનની વાત કંડારાઈ છે રામાયણમાં , તો શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર પણ બાળક સહજ મસ્તી , તોફાનોથી લઈને રાસલીલા અને રાક્ષસોના વધ અને એક આદર્શ રાજવી સુધીની જીવન યાત્રાનો તાદૃશ્ય ચિતાર છે. મજાની વાત એ છે કે આપણા આ ગ્રંથો પોતે જ સૂચિત કરે છે કે જીવનમાં અમૃત છે તો સામે પક્ષે ઝેર પણ છે. આમ જીવન સારા અને ખરાબ અથવા તો અમૃત અને ઝેરનું એક સંતુલિત સંયોજન છે એ વાત પણ આડકતરી રીતે અનુભવી શકાય છે . પરંતુ એક કડવી હકીકત એ પણ છે કે માનવને અમૃત જરૂર જોઈએ છે , પણ ઝેરનો સહજ સ્વીકાર નથી. ન ગમતાનો સ્વીકાર કરવાની વૃત્તિનો અભ...