આપણાં અમુક રીત-રિવાજોમાં અસ્સલ શાકમાર્કેટ જેવી ફીલ આવે . . . એ રીંગણા લઈ લ્યો, ડુંગળી લઈ લ્યો . . .
================================================ છોકરી જોઈને આશા બંધાવી ગયેલા મુરતીયાના હાથમાં મોટે ભાગે “હા” અથવા તો “ના” કહેવાની છૂટ હોય છે , તો પછી છોકરીની ઈચ્છા અનિચ્છાનું શુ ? એની હા છતાં છોકરો કે એનું કુટુંબ રિશ્તો ઠુકરાવે ત્યારે , એમના સૌના દિલ ઉપર શું શું વિતતું હશે ? મને ત્યાર પછીથી છોકરી જોવા જવાની ઘટના પ્રત્યે જ નફરત થઈ ગયેલી. ================================================ શ્રી રામ ભગવાન મહા વિષ્ણુના સાતમા અવતાર હતાં અને શ્રી કૃષ્ણ ભગવાન મહા વિષ્ણુના આઠમા અવતાર હતા. ભગવાન રામનો જન્મ ત્રેતા યુગમાં થયેલો અને શ્રી કૃષ્ણનો જન્મ દ્વાપર યુગના પૂર્વાર્ધમાં થયેલો. આપણા આ બે આરાધ્ય દેવોના ચરિત્રમાં આભ જમીનનો તફાવત હતો એ સૌ ગુણીજનો જાણે જ છે. એક મર્યાદા પુરુષોત્તમ હતા , બીજો જીવાતા જીવન , રાવડી રાઠોડ જેવો નટખટ કન્હૈયો! ભારતીય સંસ્કૃતિની આ જ વસ્તુ અદ્દભુત છે. આપણી કથાઓ હંમેશાં જીવનનું પ્રતિબિંબ પાડે છે. હરેક વ્યક્તિમાં બે આયામ છૂપાયેલાં હોય છે . . . એક ભગવાન શ્રી રામ અથવા આજના હિન્દી ફિલ્મમાં આવતા સંસ્કારી પુરુષ આલોકનાથ અને બીજો આયામ હોય છે શ્રી ક...